Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

માનુષીના ભરપુર વખાણ કર્યા અક્ષયે

અક્ષય કુમારની ફિલ્‍મ પૃથ્‍વીરાજ દ્વારા પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી રહેલી માનુષી છિલ્લરે આ ફિલ્‍મના પોતાના રાજકુમારી સંયોગીતાના રોલ માટે ભરપુર મહેનત કરી છે. ખુદ અક્ષય કુમારે માનુષીના ખુબ વખાણ કર્યા છે. અક્ષયે કહ્યું હતું કે માનુષી ખુબ જ પ્રતિભાશાળી અને સહજ અભિનેત્રી છે. ત્રીજી જુને આ ફિલ્‍મ હિન્‍દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્‍મનું નિર્દેશન ટીવી સિરિયલ ‘ચાણકય' ફેઇન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી કર્યુ છે. પરાક્રમી રાજા સમ્રાટ પળથ્‍વીરાજના જીવન અને તેમની વીરતાને આ ફિલ્‍મમાં દેખાડવામાં આવ્‍યાં છે. તેમણે ભારતની રક્ષા માટે કઈ રીતે મોહમ્‍મદ ઘોરી સાથે લડાઈ લડી હતી એ ઐતિહાસિક ઘટનાને અક્ષયકુમારે પળથ્‍વીરાજ ચૌહાણના પાત્રને પડદા પર સાકાર કર્યું છે. અક્ષય કહે છે માનુષીએ તેની પહેલી જ ફિલ્‍મમાં એ બધુ શીખી લીધુ છે જે મેં મારી પચ્‍ચીસમી ફિલ્‍મ પછી શીખ્‍યું હતું. પરદા પર માનુષીની મહેનત તમને ચોક્કસ જોવા મળશે.  

(10:06 am IST)