Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

'જુગ જુગ જિયો'માં આઈટમ ડાન્સ કરશે અલનાઝ નોરોજી

મુંબઈ: અભિનેત્રી એલનાઝ નોરોજી વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ 'જુગજગ જિયો'માં ડાન્સ કરતી જોવા મળશે.આઈટમ સોંગ અંગે એલનાઝ નોરોજીએ કહ્યું કે, આ ગીત ફિલ્મનો ખૂબ જ મહત્વનો ભાગ છે. અનિલ સર અને વરુણ બંને ખૂબ જ મહેનતુ છે. શૂટ ખૂબ જ મજેદાર હતું અને ગીત અદ્ભુત છે. મને ધર્મા પ્રોડક્શનનો ભાગ બનવાનો ગર્વ છે.હાલમાં જ રિલીઝ થયેલા ટ્રેલરમાં આઈટમ સોંગની ઝલક જોવા મળી છે. જેમાં અલનાઝ અનિલ કપૂર અને વરુણ ધવન સાથે ડાન્સ કરતી જોવા મળે છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત, 'જુગ જુગ જિયો'માં કિયારા અડવાણી, નીતુ કપૂર, મનીષ પોલ અને પ્રાજક્તા કોલી પણ છે.

(5:29 pm IST)