Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

દર્શકોના મન પર અસર થશેઃ અનુષ્‍કા

અભિનેત્રી અનુષ્‍કા શર્મા લાંબા સમય પછી ફિલ્‍મી પરદે પાછી ફરી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ તે માતા પણ બની ચુકી છે. અગાઉ તે પોતાના જ હોમ પ્રોડક્‍શનમાંથી અલગ પડી ગઇ હતી અને હવે માત્ર અભિનય પર ધ્‍યાન આપશે તેવું જાહેર કર્યુ હતું. તેની સાથે જ તેણે ફિલ્‍મ ચકડા એક્‍સપ્રેસનું શુટીંગ શરૂ કર્યુ છે. આ ફિલ્‍મમાં તે ભારતની મહિલા ક્રિકેટ ટીમની બોલર ઝૂલન ગોસ્‍વામીનો રોલ નિભાવી રહી છે. ઝૂલનના જીવન પરની આ ફિલ્‍મનું હાલમાં મુંબઇમાં શુટીંગ ચાલી રહ્યું છે. અનુષ્‍કાએ આ રોલ માટે ભરપુર મહેનત કરી છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્‍મ તમામ રીતે ખુબ જોરદાર બનવાની છે. સ્‍ક્રિપ્‍ટ પણ શાનદાર છે જે દર્શકોના મન પર ઉંડી અસર કરશે. મુંબઇ પછી આ ફિલ્‍મનું શુટીંગ યુકેમાં આવતા મહિને થશે.   અનુષ્‍કા કહે છે પુરૂષ પ્રધાન દુનિયામાં મહિલાઓએ પોતાની જગ્‍યા બનાવવા વધુ મહેનત કરવી પડે છે. ઝૂલનની કહાની આ વાતનો પુરાવો આપશે. મને આશા છે હું આ રોલ ખુબ સારી રીતે નિભાવીશ.

(10:22 am IST)