Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રો-ઓફિસરના રોલમાં મૌની રોય

ઓનલાઇન પ્લેટફોર્મ પર વધુ એક સ્પાય-થ્રિલર ફિલ્મ આવી રહી છે. ઝીફાઇવ વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ પર ૧૮ સપ્ટેમ્બરના રોજ 'લંડન કોન્ફિડેન્શિયલ' નામની ફિલ્મ રિલીઝ થશે. જેમાં કહાની એવા પ્રકારની છે કે લંડનમાં ભારતીય એજન્ટ્સની એક પછી એક હત્યા થવા માંડે છે. ત્યારબાદ ભારતીય જાસૂસો લંડન પહોંચીને ચીનના ષડયંત્રને ઉઘાડુ પાડવા કામ કરે છે. આ ફિલ્મમાં ટીવી પરદે નાગીન બનીને જાણીતી બનેલી અને બોલીવૂડમાં પણ કામ કરી ચુકેલી મૌની રોય રો-ઓફિસરના રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન કંવલ સેઠીનું છે. ફિલ્મમાં મૌની સાથે પુરબ કોહલી, કુલરાજ રંધાવા, પરવેશ રાણા પણ ખાસ રોલમાં છે. ફિલ્મ નિર્માતા કહે છે કોરોના મહામારી બાદ લંડન કોન્ફિડેન્શિયલ પહેલો એવો વેબ શો છે જેનું શુટીંગ ભારત બહાર કરવામાં આવ્યું છે. ફિલ્મની કહાની ઇન્વિેસ્ટિગેશન જર્નાલિસ્ટ હુશેન ઝૈદીએ લખી છે. તેના પુસ્તક પરથી તાજેતરમાં કલાસ ઓફ ૮૩ નામની સિરીઝ પણ રિલીઝ થઇ છે. ડોંગરી ટુ દુબઇ પરથી ફરહાન અખ્તર પણ એક સિરીઝ બનાવી રહ્યા છે.

(9:55 am IST)