Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બીજાની રોજીરોટી વિશે પણ વિચારવું પડશેઃ સુનિલ

કોમેડિયન સુનિલ ગ્રોવર નવો ટીવી શો 'ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન' લઇને આવી રહ્યો છે. આ શોમાં તેની સાથે શિલ્પા શિન્દે પણ છે. તાજેતરમાં સુનિલે કહ્યું હતું કે આ શો માટે મેં મારી ફીમાં ઘટાડો કર્યો છે. હાલના સંજોગોમાં અમારે સમજી વિચારીને ઓછી ફી લેવી પડશે. અત્યારે બહાર જઇને કામ કરી શકીએ એ વધુ મહત્વનું છે. બીજાની રોજીરોટી વિશે પણ અમારે વિચારવું પડશે. મારી વાત ઉપદેશ જેવી લાગશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ એવી છે જે સોૈને સમાજમાં યથા યોગદાન આપવા પ્રેરીત કરી રહી છે. મેં પણ નિર્ણય કર્યો છે કે આ શોથી થનારી કમાણી હું દાનમાં આપીશ. કપિલ શર્મા સાથે કામ કરવા બાબતે સુનિલે કહ્યું હતું કે જો નસિબમાં લખ્યું હશે કે હું અને કપિલ ફરી સાથે કામ કરીએ તો એ ચોક્કસ થશે. હાલમાં હું ગુત્થી બનીને સામે આવું તેવો કોઇ પ્લાન નથી. સુનિલે કહ્યું હતું કે જ્યારે પણ મારો નવો શો આવે છે ત્યારે લોકો કપિલ વિશે પુછતા રહે છે. ગેંગ્સ ઓફ હિન્દુસ્તાનના એક પ્રોમોમાં શિલ્પા માધુરી દિક્ષીતના લૂકમાં છે. ૩૧ ઓગષ્ટથી આ શો શરૂ થઇ રહ્યો છે.

(9:55 am IST)