Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બોલીવૂડમાં એન્ટ્રી માટે સનાયા કપૂરની તૈયારી

અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર થઇ છે. અત્યાર સુધી અટકળો લગાડવામાં આવી રહી હતી કે શનાયા પણ ફિલ્મોમાં કામ કરવાની છે. પણ હવે પિતા સંજય કપૂરે એ સ્પષ્ટતા કરી દીધી છે કે તેની દિકરી બોલીવૂડમાં આવવા માટે તૈયાર છે. સંજયએ કહ્યું હતું કે કોરોના મહામારીને કારણે શનાયાની બોલીવૂડમાં એન્ટ્રી મોડી થશે. પણ આશા છે કે હવે આ કામ બહુ જલ્દી થઇ જશે. આમ કહીને સંજયએ અટકળો પર પુર્ણવિરામ મુકી દીધું છે. શનાયા પહેલેથી જ સોશિયલ મિડીયા પર સક્રિય છે અને આ કારણે અત્યારથી જ તેના ચાહકોનું લિસ્ટ લાંબુ થઇ ગયું છે. સોશિયલ મિડીયા પર પોતાની અદાઓથી સોૈને ઘાયલ કરતી શનાયા સિલ્વર સ્ક્રિન પર કેવો જાદૂ જગાવશે તે જોવું રહ્યું. તેમજ તે કયા પ્રોજેકટ સાથે એન્ટ્રી કરશે તેની પણ અત્યારથી ચર્ચા થઇ રહી છે. ગુજન સકસેના-ધ કારગીલ ગર્લમાં સનાયા આસિસ્ટન્ટ ડિરેકટર હતી. સંજય તાજેતરમાં સ્ટ્રીમ થયેલી વેબ સિરીઝ એ ગોન ગેમમાં જોવા મળ્યો છે.

(9:56 am IST)