Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

અનન્યા પાંડેની વધુ એક ફિલ્મ

અભિનેત્રી અનન્યા પાંડે વધુ એક ફિલ્મ કરી રહી છે. ત્રણ મિત્રોની કહાની ધરાવતી ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં અનન્યા સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગોૈરવ મુખ્ય ભુમિકામાં છે. જોયા અખ્તર, અર્જુન વરૈન સિંહ અને રીમા કાગતી દ્વારા લિખીત આ ફિલ્મનું નિર્દેશન અર્જુન વરૈન સિંહ કરશે. તેની આ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ છે. જોયા અખ્તરની ગલી બોયમાં કામ કરી જાણીતા બનેલા સિધ્ધાંત ચતુર્વેદીને ચાહકો એમસી શેર તરીકે ઓળખે છે. બીજો અભિનેતા આદર્શ ગોૈરવ અગાઉ નેટફિલકસની ધ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળ્યો હતો. અનન્યા સાથે આ બંને પ્રતિભાશાળી અભિનેતાને જોવા અધીરા બન્યા છે. લેખક-નિર્માતા રીમા કાગતીના જન્મદિવસ નિમીતે ફિલ્મ ખો ગયે હમ કહાંની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મનુ઼ પોસ્ટર અને વિડીયો લોન્ચ થઇ ગયા છે. ફિલ્મ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થશે.

(9:50 am IST)