Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ક્રિસમસ પર રિલીઝ થશે રણવીર સિંહની ફિલ્મ '83' : કપિલ દેવના રોલમાં મળશે જોવા

મુંબઈ: લાંબા સમયથી સમાચારોમાં રહેલી રણવીર સિંહની આગામી ફિલ્મ '83' આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે. ફિલ્મ મેકર્સે રવિવારે રિલીઝની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે અને તે ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. તેમના સિવાય તાહિર રાજ ભસીન, સાકીબ સલીમ, જીવા, હાર્ડી સંધુ, ચિરાગ પાટિલ અને દીપિકા પાદુકોણ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હશે. તાહિર રાજ ભસીન સુનીલ ગાવસ્કરનું પાત્ર ભજવતો જોવા મળશે, કૃષ્ણમાચારી શ્રીકાંતનું પાત્ર જીવા, દક્ષિણનો સ્ટાર જીવા, મોહિન્દર અમરનાથનું પાત્ર સાકિબ સલીમ ફિલ્મમાં જોવા મળશે.

(5:52 pm IST)