Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કેટરિના અને વિક્કી કરશે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન?

શરૂ થઇ ગઇ છે લગ્નની તૈયારીઓ

મુંબઇ, તા.૨૭: બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને એકટર વિક્કી કૌશલના અફેરના સમાચારો અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ બંનેએ કયારેય તેમના સંબંધો વિશે કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. હવે જો નવા અહેવાલોની માનીએ તો કેટરિના અને વિક્કીના ઘરે ટૂંક સમયમાં જ લગ્નની શરણાઈ વાગવાની છે.  એક મીડિયા અહેવાલ અનુસાર, બોલિવૂડના લવ બર્ડ્સ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઈ જશે.

અહેવાલ અનુસાર કેટરિના અને વિક્કીએ તેમના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર, કેટરિના અને વિક્કીના લગ્નના પોશાક જાણીતા ફેશન ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં કપડાં માટે ફેબ્રિક પસંદ કરી રહ્યા છે. કેટરિનાએ રો સિલ્ક ફેબ્રિક પસંદ કર્યું છે. કેટરિના અને વિક્કીના લગ્ન નવેમ્બર અને ડિસેમ્બરમાં થશે, જેમાં અભિનેત્રી લહેંગો પહેરશે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા લગ્નના સમાચાર સામે આવ્યા હતા, ત્યારે કેટરિના અને વિક્કીની રોકા સેરેમનીના સમાચારે પણ દ્યણી ચર્ચા જગાવી હતી. બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હોવાના અહેવાલ આવ્યા હતા.

વિક્કી અને કેટરિના દ્યણીવાર એકબીજા સાથે જોવા મળે છે. હાલમાં જ બંને વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમના સ્ક્રીનિંગમાં એકસાથે જોવા મળ્યા હતા. કેટરિના અને વિક્કીના લગ્નના સમાચાર સામે આવ્યા બાદ બંનેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે અને હવે તેઓ તેમના ભવ્ય લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કેટરિના વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં રણવીર સિંહના શો ધ બિગ પિકચરમાં તેની આગામી ફિલ્મ સૂર્યવંશીનું પ્રમોશન કરતી જોવા મળી હતી. કેટરિનાએ અહીં રણવીર સિંહ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના સાથે અક્ષય કુમાર લીડ રોલમાં છે.

(3:55 pm IST)