Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ફિલ્મી ઝાકમઝોળ છોડીને જુહી ચાવલા, ધર્મેન્દ્ર, પ્રિટી ઝીન્ટા સહીત અનેક અભિનેતા અભિનેત્રીઓએ ખેતીક્ષેત્રે પણ આયામો સર કર્યા

પોતાના ફાર્મ હાઉસમાં પ્રાકૃતિક ખેતી કરીને કરે છે સમય પસાર

નવી દિલ્હી: પ્રધાનમંત્રીએ ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચી દેવાની જાહેરાત કરી છે. કૃષિ કાયદો પરત ખેંચવા પર બોલિવુડના સિતારાઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. અહીં વાત કયા ફિલ્મી સિતારાઓએ સરકારના નિર્ણયને આવકાર્યો કે કોને નારાજગી દર્શાવી તેની નહીં પરંતુ અહીં વાત એવા કલાકારોની જેમને અભિનયને છોડી ખેતીમાં હાથ અજમાવ્યો. વેટરન એકટર ધર્મેન્દ્ર, જુહી ચાવલા, પ્રીતિ ઝીન્ટાથી લઈને લકી અલી જેવા દિગ્ગજ સિતારાઓ ખેતરમાં અનાજ અને શાકભાજી ઉગાડતા જોવા મળ્યા છે. ચાલો જાણીએ બોલિવુડના કલાકારો જેઓ ખેતી કરી રહ્યા છે.

અભિનેત્રી જૂહી ચાવલા પણ ફિલ્મોની ઝાકમઝોળ છોડીને ઘણા વર્ષોથી ખેતી કરી રહી છે. જૂહી ચાવલા મહારાષ્ટ્રમાં વાડામાં આવેલા ફાર્મહાઉસમાં પ્રાકૃતિક ખેતી કરી રહી છે.આટલું નહીં પરંતુ પોતાની જમીન એવા ખેડૂતોને ખેતી માટે આપી જેમની પાસે પોતાની જમીન નથી.

ધર્મેન્દ્ર ઘણીવાર સોશિયલ મીડિયા પર ખેતી કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા જોવા મળે છે. તેઓ ખેતરમાં શાકભાજી ઉગાડતા અને ફળોના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ધર્મેન્દ્રને કેટલાક વર્ષોથી લોનાવલા સ્થિત તેમના ફાર્મહાઉસમાં જોવા મળતા હોય છે. તેમણે ફાર્મહાઉસમાં ઘણા પ્રાણીઓનો પણ ઉછેર કર્યો છે, અને તેઓ તેમની સંભાળ પણ રાખે છે

પ્રીતિ ઝીન્ટા બે વર્ષ પહેલા આધિકારીક રીતે ખેડૂત બન્યા છે. પ્રીતિ તેની સફરજનની ખેતીના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પ્રીતિ ઝીન્ટાએ સોશિયલ મીડિયામા તસ્વીર શેર કરતા લખ્યું કે- બે વર્ષ પહેલા હું ઓફિશિયલ ફાર્મર બની છું, હું હિમાચલ બેલ્ટમાં એપલ ફા્ર્મિંગ કમ્યુનિટીનો હિસ્સો બનીને ખુશ છું.

(5:07 pm IST)