Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

આવતા વર્ષે જુલાઈમાં રિલીઝ થશે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’

મુંબઈ: કોરોના મહામારી બાદ હવે સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થવા લાગી છે. જ્યારે ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, તો ઘણી ફિલ્મો લાઈનમાં છે. હવે ફિલ્મ મેકર્સ પોતપોતાની ફિલ્મોની રિલીઝ ડેટ પણ જાહેર કરી રહ્યા છે. ચોક્કસપણે વર્ષ 2022 સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ રોમાંચક રહેવાનું છે. કેટરિના કૈફ, ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ફિલ્મ "ફોનભૂત" ની રિલીઝ ડેટ આજે જાહેર કરવામાં આવી હતી અને થોડા જ સમયમાં, રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી "સર્કસ" ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

(5:23 pm IST)