Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ફિલ્મ 'રઈસ' માનહાનિ કેસ: ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર 20 જુલાઈ સુધી રોક લગાવી

મુંબઈ: ગુજરાત હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને ફિલ્મ 'રઈસ'ના નિર્માતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 101 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણય પર 20 જુલાઈ સુધી સ્ટે આપ્યો છે. ટ્રાયલ કોર્ટના આદેશને શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્માતાઓએ પડકાર્યો હતો. મૃત ગેંગસ્ટર અબ્દુલ લતીફના પરિવારજનોએ આ કેસ દાખલ કર્યો છે. ફિલ્મ 'રઈસ' કથિત રીતે અબ્દુલ લતીફના જીવન પર આધારિત છે.સોમવારે આપેલા આદેશમાં જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ ટ્રાયલ કોર્ટના નિર્ણય પર 20 જુલાઈ સુધી સ્ટે આપ્યો હતો. ટ્રાયલ કોર્ટના આદેશને શાહરૂખ ખાન, અભિનેતા ફરહાન અખ્તર, ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયા અને અન્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે મૂળ વાદી લતીફના પુત્ર મુશ્તાક અહેમદની વિધવા અને બે પુત્રીઓને ટ્રાયલમાં વાદી બનવાની મંજૂરી આપી હતી કારણ કે અહેમદનું 2020 માં અવસાન થયું હતું. હાઈકોર્ટે મુશ્તાક અહેમદના વારસદારોને પણ નોટિસ પાઠવી છે, જેનો જવાબ 20 જુલાઈએ આપવાનો છે.

(6:48 pm IST)