Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હસને ટીવી શો માટે ૧૪ કિલો વજન ઘટાડ્યું

ટીવી પરદેથી ઘણા કલાકારો ફિલ્મી પરદે જાય છે અને ફરીથી ટીવી પરદે આવે છે. આવો જ એક અભિનેતા હસન ઝૈદી પણ ટીવી સિરીયલો છોડી ફિલ્મી પરદે ગયા પછી ફરીથી ટીવી પરદે આવ્યો છે. સ્ટારના શો જિંદગી મેરે ઘર આનામાં હસનને ખાસ રોલ મળ્યો છે. તેણે કહ્યું હતું કે આ શોમાં વાત એક પરિવારની છે, પણ એમાં એક એવા બાળકની વાત છે જેનો હજી જન્મ નથી થયો. તેને જ જિંદગી કહેવામાં આવી છે અને આ જ જિંદગીની રાહ જોવામાં આવે છે. રાહ જોવાનું કામ કોઇ એક વ્યકિત નથી કરતી, પણ સિરીયલમાં જોડાયેલા ઘણા લોકો કરે છે. મેં કહાની સાંભળતા જ નક્કી કરી લીધું હતું કે કમબેક કરવા માટે આ શોથી વધુ સારો કોઇ શો હોઇ શકે નહિ. હસન કહે છે આ સિરીયલ માટે મેં મારું ચોૈદ કિલો વછજન ઉતાર્યુ છે. જે પ્રકારનો રોલ છે તેના માટે આ ખુબ જરૂરી હતું. આ શો માટે તેણે એક વેબ સિરીઝ પણ છોડી દીધી છે. તે કહે છે અહિ કંઇક નવું કરવાની તક છે.

(10:25 am IST)