Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

૧૦ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવો : વિનામૂલ્યે સ્પર્ધા

કામનાથ પ્રા.લિ.દ્વારા ફિલ્મ ફેસ્ટીવલ અંતર્ગત આયોજન : ટેલેન્ટેડ ફિલ્મ મેકરોને તકઃ ૩૧ જુલાઈ સુધીમાં શોર્ટ ફિલ્મ મોકલી દેવી

રાજકોટ,તા.૨૮: કામનાથ પ્રા.લી.ના એમ.ડી. અને ચેરમેન પ્રિયવદન કકકડ તથા પ્રજા ઈવેન્ટસ દ્વારા ભારત ટીવી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત વિનામૂલ્યે સ્પર્ધા યોજવામાં આવી હોવાનું પ્રિયવદનભાઈ કકકડ દ્વારા જણાવાયું છે.

શોર્ટ ફિલ્મની સમય અવધિ વધુમાં વધુ ૧૦ મિનિટની રહેશે. શોર્ટ ફિલ્મ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં હોવી જોઈએ. જે સબમિટ કરવાની છેલ્લી તા.૩૧ જુલાઈ છે. આ સાથે ફોર્મમાં દર્શાવેલ નિયમો તથા શરતો વાંચીને સહમતી આપ્યા બાદ આપની શોર્ટ ફિલ્મ ઓનલાઈન મોકલવાની રહેશે. શોર્ટ ફિલ્મના પરિણામો આપવા માટે સર્વ હકક જયુરીને સ્વાધિન રહેશે.

આ અંગે ભારત ટીવી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના આયોજક શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા)એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ પ્રજા ઈવેન્ટસના માધ્યમથી ૨૫ કરતા પણ વધુ વર્ષોથી નાટક, ફિલ્મ, મ્યુઝિક અને ઈવેન્ટસના ક્ષેત્રમાં સક્રિય છે. આ અગાઉ પણ તેમણે યોજેલ ફિલ્મ મેકિંગ વર્કશોપની સફળતાથી પ્રેરાઈને આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

નવા યુવા અને ટેલેન્ટેડ ફિલ્મ મેકરોને આ માધ્યમથી એકબીજા સાથે જોડી શકાય અને તેમની પ્રતિભાને ગ્લોબલ પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે આ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે.

શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના જજ તરીકે ફિલ્મ જગતના કાબેલ પ્રતિભાશાળી દિગ્દર્શકો અને એડિટર સેવાઓ લેવામાં આવી છે. (૧) શ્રી શ્રીનિવાસ પાત્રો (સુભાષ ઘાઈ, મૂકતા આર્ટસની ફિલ્મો તાલ, યાદે અને જોગર્સ પાર્કના એડિટર), (૨) શ્રી વિજયગીરી ગોસ્વામી (પ્રેમજી, મહોતુ તથા મોન્ટુની બીટ્ટુ અને ૨૧મુ ટિફિનના નિર્માતા દિગ્દર્શક), (૩) શ્રી રૂપાંગ આચાર્ય જાણીતા દિગ્દર્શક અને કેમેરામેન, ફિલ્મ કાફે ધ સિનેમા અને કેમ છો.

વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ફેસ્ટિવલમાં ભાગ લેનાર શોર્ટ ફિલ્મોમાંથી સિલેકટ કરેલ શોર્ટ ફિલ્મોને BharatFM (US), KAMANTH PVT LTDના વિવિધ પ્લેટફોર્મ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે.

અમેરિકા ખાતે સિનસિનાટી ખાતે હેડ ઓફિસ ધરાવતી ભારત મીડિયા એલએલસી ભારત એડ.એમ., ભારત ટીવી અને ભારત ન્યુઝ એમ કુલ ત્રણ ક્ષેત્રમાં પોતાની મીડિયા પ્રવૃતિ સફળતાપૂર્વક ચલાવી રહી છે.

સિનસિનાટી, શિકાગો અને  ફિનિકસ ખાતે એફ.એમ.સ્ટેશન ખાતે કુલ મળીને ૩૫ કરતા પણ વધુ રેડિયો જોકી કાર્યરત છે.

શ્રી પ્રજાએ એમ પણ ઉમેર્યું હતું કે બહુ જ જલદી ભારત ટીવી વિવિધ ભાષાઓ માટે OTT પ્લેટફોર્મ પણ લોન્ચ કરી રહ્યા છીએ.

વધુ માહિતી માટે BHARAT  TV,  11963 Lebanon road, Sharonville, Ohio- 45241, U.S.A.

(11:40 am IST)