Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સમયનો સદ્દઉપયોગ કરી રહી છે દિશા

અભિનેત્રી દિશા પટાની આગામી ફિલ્મ રિલીઝ થવાની રાહમાં છે. અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં તેની સાથે દિશાની મુખ્ય ભુમિકા છે. લોકડાઉનમાં હજુ ફિલ્મોના શુટીંગ શરૂ થઇ શકયા નથી. આ સમયે દિશા ઘરે બેઠા નવી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી સમયનો સદ્દઉપયોગ કરી રહી છે. દિશા ઓનલાઇન ઝૂમ નરેશનમાં પણ ભાગ લે છે. તેણે કહ્યું હતું કે તે અનેક સ્ક્રિપ્ટનું વાંચન કરી રહી છે. જેમાંથી કેટલાક પ્રોજેકટ ખુબ પસંદ પડતાં તે ફાઇનલ કર્યા છે. કામ પ્રત્યે દિશાનું સમર્પણ અવિશ્વસનિય છે. લોકડાઉનના સમયમાં પણ તે સકારાત્મકતા દાખવી રહી છે. તે આ સમયનો શકય એટલો સદ્દઉપયોગ કરી રહી છે. દિશાએ એક પછી એક બ્રાન્ડ પણ પોતાના હસ્તગત કરી છે. નવી સ્ક્રિપ્ટના વાંચનની સાથે દિશા ફિટનેસનું પણ ધ્યાન રાખી રહી છે અને બરેલીમાં પોતાના પરિવારજનોની સંભાળ પણ લઇ રહી છે. એક કડક વર્કઆઉટ શેડ્યુલ પણ તે શરૂ કરવાની છે. સલમાન ખાન સાથે રાધેમાં કામ કરવા માટે તેને ફિટનેસની ખાસ જરૂર છે. દિશા એક વિલન-૨માં પણ જોવા મળવાની છે.

(9:43 am IST)