Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જોનનો વધુ એક એકશન ફિલ્મમાં દમદાર રોલ

શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર છે. હવે તે ધમાકેદાર કમબેક કરવા તૈયાર છે. વોર ફિલ્મના નિર્દેશક સિધ્ધાર્થ આનંદની જબરદસ્ત એકશન ફિલ્મ 'પઠાન'માં શાહરૂખ દમદાર ભુમિકા નિભાવી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સને પચાસ વર્ષ પુરા થતાં ફિલ્મો બનાવવામાં આવી રહી છે તેમાં એક પઠાન પણ છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ જોડાઇ ગયો છે. ફિલ્મમાં શાહરૂખ અને જોન એક સાથે જોવા મળશે. જો કે આ બંનેનો રોલ શું હશે તે હજુ જણાવવામાં આવ્યું નથી. પરંતુ બંને એક બીજા સાથે ટક્કર લેતાં જોવા મળશે. ફિલ્મમાં હિરોઇન તરીકે શાહરૂખ સાથે દિપીકા પાદુકોણને લેવામાં આવશે તેવી પણ વાત છે. શાહરૂખ અને દિપીકા અગાઉ ઓમ શાંતિ ઓમ, ચેન્નઇ એકસપ્રેસ અને હેપ્પી ન્યુ યરમાં સાથે કામ કરી ચુકયા છે. આ ફિલ્મો સુપરહિટ હતી. જોન અન્ય એક ફિલ્મમાં અર્જૂન કપૂર સાથે ટક્કર લઇ રહ્યો છે. એક વિલન-૨માં પણ તે મુખ્ય રોલ ભજવી રહ્યો છે.

(9:43 am IST)