Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પાત્ર માટે જે પણ શીખવું પડે તે શીખી રહી છે આશી સિંહ

અભિનેત્રી આશી સિંહ ટીવી શો મીતમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ શોના તેના પાત્રને ચાહકોએ ખુબ પસંદ કર્યુ છે. પોતાના પાત્રને ન્યાય આપવા આશીએ કાર રિપેર કરવા માટેની પ્રાથમિક તાલિમ લીધી હતી. તેના પાત્ર માટે જે શીખવું પડે એ શીખી રહી છે. એક દૃશ્યમાં તેણે કારને રિપેર કરવાની હતી. આ માટે તેણે કારની કઇ વસ્તુને શું  કહેવાય અને તેને રિપેર કરવા માટેનું પ્રાથમિક જ્ઞાન લીધું હતું. એન્જીન રિપેર કરતાં શીખતી વખતે દાઝી પણ હતી. આશી કહે છે  આ શો માટે મેં જ્યારથી હા પાડી છે ત્યારથી મીત મને પડકાર આપતી રહી છે. છેલ્લા થોડા મહિનાથી આ પાત્ર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે. હું મીત જેટલી મજબૂત નથી, પરંતુ તેના પાત્રને ભજવવા માટે મારે પહેલાં મજબૂત બનવું પડે છે. મેં આ શો માટે ઘણી નવી-નવી બાબતો શીખી છે.  આ શો દ્વારા મને એવી વસ્તુઓ શીખવા મળી છે જે મેં અસલી જિંદગીમાં ભાગ્યે જ શીખી હોત.

(10:28 am IST)