Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

નેહા શર્માની ફિલ્મ કાલે થશે રિલીઝ

અભિનેત્રી નેહા શર્મા ઝીફાઇવની ફિલ્મ આફત-એ-ઇશ્કમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે દિપક ડોબરીયાલ, નમિત દાસ, અમિત સિયાલ અને ઇલા અરૂણ જેવા કલાકારો છે. આવતીકાલે ૨૯મીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. નેહા શર્મા અગાઉ કદી નથી જોવા મળી એવા અવતારમાં છે. ઇન્દ્રજીત નટ્ટોજીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ધ ફોકસ ફેરીનું હિન્દી વર્ઝન છે, રિમેક નથી. ઇન્દ્રજીત કહે છે અમને વિશ્વાસ છે કે દર્શકોને આ ફિલ્મ ચોક્કસપણે ગમશે અને લોકોનું મનોરંજન કરવામાં સફળ રહેશે. અભિનેત્રી નેહા શર્માએ કહ્યું હતું કે મારા પાત્રનું નામ લાલો છે. આ એવું પાત્ર છે જે મેં અગાઉ કદી નિભાવ્યું નથી. સ્થાનિક અને હિન્દી ભાષાને સ્પષ્ટ રીતે બોલવા માટે મારે ખુબ મહેનત કરવી પડી હતી.  આ મારા માટે સોૈથી સંતોષજનક પાત્રોમાંથી એક છે. લાલો ખુબ જ અનોખી છે.

(10:07 am IST)