Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

એના કારણે હું સલામત અભિનેતા બન્યો છું: શાકિબ

અભિનેતા શાકિબ સલીમ એકાદ દસકાથી અભિનયના ફિલ્ડમાં કામ કરી રહ્યો છે. તે કહે છે કે ડિજીટલ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મને કારણે હું એક સલમાત એકટર બની શકયો છું.  તેણે ૨૦૧૮માં 'રંગબાઝ' દ્વારા વેબ સિરીઝમાં એન્ટ્રી કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મ વિશે શાકિબ કહે છે  ડિજિટલ પ્લેટફોર્મ્સના અસ્તિત્વના કારણે એકટર્સ હવે ભરપુર કામ કરી શકે છે. અમે ફરીથી અમારાં પાત્રો અને ગ્રાફસ પર ધ્યાન આપી શકીએ છીએ. આપણે પહેલાં માત્ર થિયેટર્સના ભરોસે જ બેઠા હતા ત્યારે શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ પર જ બધું નિર્ભર રહેતું હતું. ફિલ્મનું ઓપનિંગ શું હશે? શું મારી ફિલ્મ કલોકોનું ધ્યાન ખેંચશે કે નહિ? એ બધાની વચ્ચે તમે તમારું મૂળભુત કામ એકિંટગ ભૂલી જતાં હતાં. પણ ડિજીટલી પ્લેટફોર્મને કારણે હું વધુને વધુ અભિનય પર ધ્યાન આપી શકુ છું. જે પણ પાત્ર મારા ગજા બહારનાં હોય એના પર વધુ ધ્યાન આપવા મારા કમ્ફર્ટ ઝોનમાંથી હું બહાર આવું છું. શાકિબ ફિલ્મ ૮૩માં જોવા મળવાનો છે.

(10:06 am IST)