Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

દુબઇમાં શરૂ થશે ક્રાઇમ થ્રિલર વેબ શોનું શુટીંગ

ડિજીટલ માધ્યમ પર ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝનું ખુબ ચલણ છે. દર્શકો પણ આવા શોને વધુ પસંદ કરી રહ્ય છે. ત્યારે નિર્માતા ગોૈરાંગ દોશી આવો જ એક શો 'સેવન્થ સેન્સ' બનાવી રહ્યા છે. આ સિરીઝનું કામ શરૂ થઇ ગયું છે. અગાઉ આ સિરીઝ માટે અમિષા પટેલ, ચંકી પાંડે અને રોનિત રોયને પસંદ કરવામાં આવ્યા હતાં. પરંતુ ત્રણેયએ શો છોડી દેતાં હવે નવા કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. ગોૈરાંગે કહ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં શુટીંગ શરૂ થઇ જશે. દુબઇથી શુટીંગની શરૂઆત કરીશું. છેલ્લા બે વર્ષને કારણે અમારું કામ થોડુ ખોરંભે ચડી ગયું હતું. પરંતુ હવે ધમધોકાર કામ શરૂ થઇ ગયું છે. ફાઇનલ કાસ્ટ પણ તૈયાર છે. તેમનાં નામો અને શૂટિંગની તારીખનો ખુલાસો અમે જલદી જ કરીશું. અમારું બજેટ પણ મોટું છે અને અમે દુબઇમાં શુટીંગ કરવાના છીએ. મહામારીને કારણે દરેક વસ્તુ પર બ્રેક લાગી ગઇ હતી. હવે અમે બમણા જોશથી કામ કરીશું.

(10:07 am IST)