Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સત્યમેવ જયતે 2 નું 'મેરી ઝિંદગી હૈ તુ' ગીત રિલીઝ

મુંબઈ: જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમારની આગામી ફિલ્મ "સત્યમેવ જયતે 2"ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે ફિલ્મનું પહેલું ગીત 'મેરી જિંદગી હૈ તુ' પણ રિલીઝ થઈ ગયું છે. જ્યારે 'મેરી ઝિંદગી હૈ તુ' ગીતનું ટીઝર બહાર આવ્યું ત્યારે દિવ્યા અને જ્હોનની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હવે જ્યારે ગીત રિલીઝ થયું છે, ત્યારે દર્શકો આ નવી ઓનસ્ક્રીન જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે. જ્હોન અબ્રાહમે તેના સોશિયલ મીડિયા પર ગીતના રિલીઝની માહિતી આપી હતી. તેણે ગીતની એક ટૂંકી ક્લિપ શેર કરી અને લખ્યું, "સચ કહું તેરે નામ પે દિલની ધડકન હૈ આજ ભી, દેખ કે તુઝે એક દાફા, ફિર કિસી કો દેખા ના કભી. #MeriZindagiHaitu...Song out now."

 

(5:33 pm IST)