Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ત્રીજી વખત પેનોરમા સ્ટુડિયો સાથે કામ કરશે વિદ્યુત જામવાલ

 મુંબઈ: એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ 'ખુદા હાફિઝ' અને 'ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરીક્ષા' પછી ત્રીજી વખત પેનોરોમા ફિલ્મો સાથે કામ કરતો જોવા મળશે. આ વિશે વાત કરતા વિદ્યુતે કહ્યું કે સમાન વિચારવાળા લોકો સાથે કામ કરવાની મજા આવે છે. પેનોરમા સ્ટુડિયોના નિર્માતાઓ ટૂંક સમયમાં નવા પ્રોજેક્ટની વિગતો જાહેર કરશે. પેનોરમા સ્ટુડિયોના સ્થાપક અને એમડી કુમાર મંગત પાઠકે જણાવ્યું હતું કે, “અમે વિદ્યુત સાથે બે હિટ ફિલ્મો આપી છે. એક 'ખુદા હાફિઝ'ને OTT પર અસાધારણ વ્યુઝ મળ્યા અને બીજી 'ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરિક્ષા' ધમાકેદાર હતી. એક ખૂબ જ ખાસ ફિલ્મ માટે ત્રીજી વખત એક્શન સ્ટાર સાથે ફરીથી જોડાવું ખૂબ જ સારું છે. તે એક એવી વાર્તા બનવા જઈ રહી છે જે દર્શકોને થિયેટરોમાં લાવવા માટે પૂરતી સારી છે.

(5:36 pm IST)