Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ડબલ રોલમાં જોવા મળશે વાણી કપૂર

દિલ્‍હીની સુંદરી વાણી કપૂરે બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કર્યાને એક દસકા જેવો સમય થઇ ગયો છે. તેણેકેટલીક મોટી ફિલ્‍મો પણ કરી છે અને હવે તે પોતાની ઇચ્‍છા મુજબના રોલ મેળવી રહી છે. આગામી સમયમાં તે રણબીર કપૂર અને સંજય દત્ત સાથેની ફિલ્‍મ શમશેરામાં એક નાચવાવાળી છોકરીના રોલમાં જોવા મળવાની છે. છેલ્લે વાણીએ  ચંદીગઢ કરે આશીકીમાં પડકારરૂપ રોલ ભજવ્‍યો હતો. હવે તે શમશેરામાં ડબલ રોલમાં જોવા મળવાની છે. ફિલ્‍મનો સંજય દત્ત અને રણબીર કપૂરનો પહેલો લૂક સોશિયલ મિડીયામાં રજૂ થયો હતો. સંજય દત્ત ફિલ્‍મમાં ઇન્‍સ્‍પેક્‍ટર શુધ્‍ધસિંહના રોલમાં છે. વાણીએ લખ્‍યું હતું નિર્દયતાનું બીજુ કોઇ નામ હોત તો એ શુધ્‍ધસિંહ હોત. ફિલ્‍મમાં રણબીર કપૂર ડાકુ શમશેરાના રોલમાં છે. પોતાના પાત્રને ન્‍યાય આપવા વાણીએ કથ્‍થક ડાન્‍સની ખાસ તાલિમ લીધી હતી. ૨૦૧૩થીઅત્‍યાર સુધીમાં વાણીની છ ફિલ્‍મો આવી છે. પણ તેનો ચાહકવર્ગ ખુબ વિશાળ છે.

(10:42 am IST)