Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

આવી રહી છે હીના ખાનની વધુ એક ફિલ્મ

ટીવી પરદે ખુબ જ નામના મેળવ્યા પછી બોલીવૂડમાં અને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરી રહેલી હીના ખાનનગી વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમાં તે કાશ્મીરી યુવતિના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ આજથી ડિજીટલ પ્લેટફોર્મ વૂટ પર રિલીઝ થઇં છે. જેમાં હીના કાશ્મીરી યુવતિના રોલમાં છે. ટીવી પરદે સીધી સાદી વહૂ બનીને દેખાતી હીના અસલી જિંદગીમાં ખુબ જ સ્ટાઇલીશ અને બોલ્ડ છે. તે તેના લૂકસ અને સ્ટાઇલ સતત દર્શકો સમક્ષ રજૂ કરતી રહે છે. લાખો ચાહકો તેના લૂકસને પસંદ કરતાં રહે છે. તે હવે સંવેદનશીલ મુદ્દા પર બનાવેલી ફિલ્મ 'લાઇન્સ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મની કહાની  ભારત-પાકિસ્તાન સરહદ અને કાશ્મીરના મુદ્દે વણાયેલી છે. પાત્રોની ભાવના અને આ ફિલ્મના મુદ્દાઓની ગંભીરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિના એક કાશ્મીરી છોકરીની ભૂમિકામાં છે. આ છોકરી ઇચ્છે છે કે તેની દાદી તેની બહેનને સરહદ પાર મળે. ટ્રેલરમાં હીનાનું પાત્ર કહે છે કે-કાશ એવી સવાર હોત કે આપણે જાગીએ અને આ રેખાઓ અદૃશ્ય થઈ જાય.

(10:09 am IST)