Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પાત્રની અંદર રહેલા બાળક જેવી નાદાનીને હું જીવંત રાખવાની કોશિશ કરું છું : પંકજ ત્રિપાઠી

ક્રિતી સેનનની 'મિમી'માં તેણે ભાનુનું પાત્ર ભજવ્યું છે

મુંબઇ તા. ૨૯ : પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તે તેના પાત્રની અંદર રહેલી બાળક જેવી નાદાનીને હંમેશાં સાચવીને રાખે છે. ક્રિતી સેનનની 'મિમી'માં તેણે ભાનુનું પાત્ર ભજવ્યું છે. આ પાત્રની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. તેમ જ પંકજ ત્રિપાઠી તેના દરેક પાત્રને એક અલગ રીતે ભજવે છે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે 'ફિલ્મમેકિંગ એક ટીમ સ્પોર્ટ છે. એકટર દેખાતા હોવાથી બધી ક્રેડિટ તેમને મળી જાય છે. જોકે હું દૃશ્યમાં થોડું ઇમ્પ્રોવાઇઝેશન અહીંતહીં જરૂર કરું છું અને કેટલીક વાર એ ખૂબ જ સારી રીતે થઈ જાય છે. અમને અમારી ફલેવર એડ કરવા માટે ઘણી સ્વતંત્રતા મળે છે જેનો હું ખૂબ જ વિન્રમતાથી ઉપયોગ કરું છું. આર્ટિસ્ટ તરીકે તમારા ઇન્સ્ટિંકટને લોકો પસંદ કરે ત્યારે તમને ખૂબ જ સારું લાગે છે. બાળકો ઘણી વાર મુસીબતના સમયમાંથી બહાર નીકળવા માટે તેમની નાદાનીનો ઉપયોગ કરે છે. મારા પાત્રમાં રહેલી બાળકો જેવી નાદાનીને હું જીવંત રાખવાની કોશિશ કરૃં છું. એ દૃશ્યને નીરસ બનતાં અટકાવે છે.'

(2:50 pm IST)