Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આ રોલ કસોટીપુર્ણ હતોઃ સોનાલી

પુણેમાં જન્‍મેલી અભિનેત્રી સોનાલી કુલકણી ૧૯૯૨થી અભિનયની દુનિયામાં સક્રિય છે. તેણે અત્‍યાર સુધીમાં મરાઠી, કન્‍નડ, તમિલ, હિન્‍દી, ગુજરાતી, ઇંગ્‍લીશં સહિતની ભાષાઓમાં ફિલ્‍મો કરી છે. ૧૯૯૫માં તેણે ટીવી પરદે એન્‍ટ્રી કરી બદલતે રિશ્‍તે, રિશ્‍તે, કયા યહી પ્‍યાર હૈ, ફીઅર ફેક્‍ટર સિઝન-૧, ક્રાઇમ પેટ્રોલ સહિતના શો કર્યા છે. હવે તે ડિજીટલ પ્‍લેટફોર્મ પર સક્રિય બની છે. મુંબઇ ડાયરીઝ, વ્‍હીસલબ્‍લોઅર, કાલી પછી તે હાલમાં ધારાવી બેંકમાં જાનવી સુર્વેના રોલમાં જમાવટ કરી રહી છે. તે કહે છે મારી પર્સનાલિટી આનંદમાં રહેનારી અને મજેદાર તથા પ્રમાણીક છે. પરંતુ મને આ શોમાં તદ્દન અલગ જ ભુમિકા મળી છે. જે એકદમ અભિમાની, કઠોર હૃદયની અને કાવતરાખોર મહિલા છે.  શોમાં સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય સહિતના કલાકારોની મુખ્‍ય ભુમિકા છે. આ રોલ એક એક્‍ટર તરીકે માર માટે કસોટી સમાન હતો. મેં તેમાં ખુબ આનંદથી કામ કર્યુ છે.

(10:38 am IST)