Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ત્‍યારે સુખ સુવિધા છોડવા પડે છેઃ અનુપમ

અભિનેતા અનુપમ ખેર હાલમાં જ ફિલ્‍મ ઉંચાઇમાં જોવા મળ્‍યા છે. તેણે કહ્યું હતું કે એવરેસ્‍ટ બેઝ કેમ્‍પથી પણ સતર હજારની ઉંચાઇ પર શુટીંગ કરવાનું હોય ત્‍યારે અનેક પડકારો સામે આવ્‍યા હતાં. કેટલાક દ્રશ્‍યોનું શુટીંગ મુંબઇ અને દિલ્‍હીમાં પણ થયું હતું. નેપાળમાં એક ડીગ્રીથી ઝીરો ડીગ્રી તાપમાનમાં શુટીંગ કર્યુ હતું. ફિલ્‍મ મેકર્સ સારા હોય તો આવા પડકારો તકલીફોને અવગણી શકાય તેમ હોય છે. જીવનમાં કંઇક મેળવવું હોય તો કેટલાક સુખ સુવિધા છોડવા પડતાં હોય છે. હું કોઇપણ તકલીફ અંગે વિચારુ છું ત્‍યારે બોર્ડર પરના સૈનિકને યાદ કરી લઉ છું. અનુપમ કહે છે સિનેમા જગતમાં ભલે પરિવર્તન આવ્‍યું હોય પણ રાજશ્રી પ્રોડક્‍શન બદલાયુ નથી. ઉંચાઇમાં અભિનય કરનારા બધા કલાકારોની ઉમર પાંસઠ વર્ષથી ઉપરની છે. આમ છતાં જુસ્‍સો પચ્‍ચીસ વર્ષના યુવાન જેવો હતો. હાલના સમયમાં લોકો વાસ્‍તવિકતા જોવા ઇચ્‍છે છે, એ પછી ભલે બનાવટી હોય.

(10:38 am IST)