Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પાત્ર માટે ખુબ તૈયારી કરી નિહારીકાએ

ટીવી પરદે આવી રહેલા શો ‘ફાલતૂ'માં નિહારીકા ચોક્‍સે મુખ્‍ય ભુમિકા નિભાવી રહી છે. તે કહે છે મારા અંગત જીવનના ઘણા અંશો આ શો સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. મારા પાત્રની જેમ જ હું અસલી જિંદગીમાં પણ સ્‍પષ્‍ટવક્‍તા અને બહિર્મુખ છું. મનમાં હોય તે બધુ કહી દેવું મને ગમે છે. આ કારણે મેં આ રોલમાં કામ કરવાનું પસંદ કર્યુ હતું. ફાલતૂ શોમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતાં લોકોના છોકરીઓ પ્રતયેના દ્રષ્‍ટીકોણની વાત છે. આવનારુ બાળક છોકરો જ હશે તેવું વિચારીને બેઠા હોય અને છોકરી આવે ત્‍યારે તેને ફાલતૂ જેવા નામ અપાતા હોય છે. હું ગ્રામીણ છોકરીના રોલમાં છું. જે એક છોકરી હોવાને કારણે નકામી છે તેમ સમજવામાં આવે છે. ઘણી આવી છોકરીઓ હોય છે જે આવી પરિસ્‍થિતિમાંથી પસાર થતી હોય છે. મને આશા છે કે દર્શકો ચોક્કસ આ શો સાથે જોડાઇ જશે. મેં આ પાત્ર માટે ખુબ તૈયારી કરી હતી. હું કદી ક્રિકેટ રમી નહોતી તેથી મારે એ શીખવું પડયું હતું. અભિનયની દુયિનામાં હું કંગના રનોૈતને મારી આદર્શ માનુ છું. તેનો બેબાક સ્‍વભાવ મને ગમે છે.

(10:37 am IST)