Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

હું નસિબદાર છું: રસિકા દુગ્ગલ

વેબ સિરીઝમાં કામ કરીને વધુ જાણીતી બની ગયેલી અભિનેત્રી રસિકા દુગ્ગલ હવે દિલ્હી ક્રાઇમ અને આઉટ ઓફ લવની બીજી સિઝનમાં પણ જોવા મળવાની છે. બિહારના જમશેદપુરની આ અભિનેત્રી રસિકાએ ૨૦૦૭માં અનવર ફિલ્મથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી તેણે ઉપનિષદ ગંગા, પાવડર, રિશ્તા.કોમ, કિસ્મત જેવા ટીવી શો કર્યા હતાં. હાઇજેક, અજ્ઞાત, થેન્કસ મા, ઓૈરંગઝેબ, કિસ્સા જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત એક મલાયલમ ફિલ્મ પણ તે કરી ચુકી છે. જો કે સોૈથી મોટી ઓળખ તેને ડિજીટલ પ્લેટફોર્મને કારણે મળી છે. નવ જેટલા આવા શો તે કરી ચુકી છે. જેમાં મિરઝાપુરની બીના ત્રિપાઠીના રોલે તેને નવી જ ઓળખ આપી છે. દિલ્હી ક્રાઇમ અને આઉટ ઓફ લવ પણ તેના ચાહકોને ખુબ ગમી હતી. હવે તે આ બંને સિરીઝની સેકન્ડ સિઝનમાં પણ જોવા મળશે. રસિકા કહે છે એકનું એક પાત્ર ફરી ભજવવું એ જુના મિત્રને મળવા જેવું છે. દિલ્હી ક્રાઇમમાં તે પોલીસ અધિકારી નીતિસિંહનું પાત્ર ભજવી રહી છે. આઉટ ઓફ લવમાં તે ડોકટર મીરા કપૂર બની છે. રસિકા પોતાને નસીબદાર સમજે છે કે તેને આવા શોમાં કામ મળે છે.

(10:20 am IST)