Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની અભિનેત્રી ' નિધિ' ને બિગ બોસ -15 માટે મળી ઓફર

નિધિ ત્રણ મહિના સુધી લોંગ ટ્રીપ પર નીકળી :તાજેતરમાં ગુજરાત ભ્રમણ કરી રહી હતી

મુંબઈ :બિગ બોસ 15 શરૂ થયા પહેલાથી જ ચર્ચામાં છે. આ શોમાં મોટા મોટા સેલેબના નામ જોડાઈ રહ્યા છે. અહેવાલ આવી રહ્યા છે કે ઘણા સ્ટાર્સને શોમાં સ્પર્ધક તરીકે આવવા ઓફર આપવામાં આવી છે. તાજેતરમાં સુનીલ ગ્રોવરને બિગ બોસ માટે ઓફર મળ્યાના અહેવાલ આવ્યા છે. તરત જ બીજા મોટા સમાચાર આવ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોનુ ભિડેનું પાત્ર નિભાવનાર નિધિ ભાનુશાલીને  પણ બિગ બોસ માટે ઓફર મળી છે. નિધિનું નામ સામે આવતા જ ફેન્સ ઘણા ખુશ છે.

અહેવાલ મુજબ, નિર્માતાઓએ બિગ બોસ 15 માટે નિધિનો સંપર્ક કર્યો છે. જો કે, નિધિ તરફથી આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. જો કે, નિધિ તરફથી આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. તમને જણાવી દઈએ કે નિધિએ વર્ષ 2019 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડી દીધી હતી. નિધિએ પોતાનો અભ્યાસના કારણે આ શો છોડવાનું કારણ આપ્યું હતું. નિધિએ કહ્યું કે તે શોને કારણે તેના અભ્યાસમાં ધ્યાન આપી શકતી નથી.

નિધિ ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ. હવે તે તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. નિધિ એક ઇન્ટરનેટની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટી છે. હવે જો નિધિ બિગ બોસમાં આવે છે, તો જોવું રહ્યું કે મનોરંજન કઈ હદ સુધી જાય છે.

એક અહેવાલ પ્રમાણે નિધિ હાલમાં લોંગ ટ્રીપ પર છે. તેમની માતાએ જણાવ્યુ હતું કે નિધિ ત્રણ મહિના સુધી લોંગ ટ્રીપ પર નીકળી છે. નિધિ તાજેતરમાં ગુજરાત ભ્રમણ કરી રહી હતી. અહેવાલો પ્રમાણે બાદમાં નિધિ રાજસ્થાન તરફ નીકળી હતી.

આ શોમાં અત્યાર સુધી જે સેલેબ્સના નામ સામે આવ્યા છે તેમાં અર્જુન બિજલાની, અમિત ટંડન, દિશા વાકાણી, સુરભી ચાંદના, કૃષ્ણ અભિષેક, જેનિફર વિંગેટ, અદા ખાન, તેજશ્વી પ્રકાશ, નિકેતન ધીર, નિયા શર્મા અને અભિજિત સાવંત તેમજ સુનીલ ગ્રોવર શામેલ છે.

(11:42 am IST)