Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

૮મીએ આવી રહી છે મનોજ-નીના-સાક્ષીની થ્રિલર ફિલ્મ-'ડાયલ ૧૦૦'

એક ફોન કોલ બધુ બદલી નાંખે છે...

મુંબઇ તા. ૩૦: સત્યામાં ગેંગસ્ટરના રોલથી કારકિર્દીને પાટે ચડાવનાર અભિનેતા મનોજ બાજપાઇએ એ પછી અનેક ફિલ્મ અને વેબ સિરીઝમાં પોલીસ અધિકારીની ભુમિકા નિભાવી છે. તેના આ રોલને ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. વધુ એક વખત તે થ્રિલર ફિલ્મમાં પોલીસ અધિકારી બન્યો છે. 'ડાયલ-૧૦૦' નામની તેની ફિલ્મ આવી રહી છે. ડિજીટલ પ્લેટફોર્મ ઝી ફાઇવ પર ૬ ઓગષ્ટના રોજ આવી રહેલી આ ફિલ્મમાં મનોજ સાથે નીના ગુપ્તા, સાક્ષી તન્વર મુખ્ય ભુમિકામાં છે.

મનોજે કહ્યુ હતું કે આ એક થ્રિલર ફિલ્મ હોવા સાથે ભાવુક પણ છે. ફિલ્મની કહાની દેશ-દુનિયાના ટીનેજર્સની સમસ્યા વિશે પણ જણાવે છે. મનોજ આ ફિલ્મમાં નિખીલ સૂદના રોલમાં છે. જે પોલીસ કન્ટ્રોલ રૂમમાં અધિકારી છે. તે સાથે તે એક પિતા અને મધ્યમવર્ગીય વ્યકિત પણ છે. એક ફોન કોલ કઇ રીતે બધું બદલી નાંખે છે તે ડાયલ-૧૦૦માં જોવા મળશે.

(3:11 pm IST)