Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

વિવાદાસ્‍પદ ટી.વી. એકટ્રેસ મુનમુન દત્તા (બબીતા)ના અનેક સાથે અફેર્સની ચર્ચાઃ સામાજિક ક્ષેત્રે અનેક આરોપ

રિઅલ લાઇફમાં ઘણા વિવાદોથી ઘેરાયેલી અભિનેત્રીએ કોર્ટ-કચેરીના ચક્કર લગાવ્‍યા

મુંબઇ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તાનો આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ 34મો જન્મદિવસ છે. મુનમુન દત્તાએ પોતાનો જન્મદિવસ માતા તથા પાલતુ બિલાડી સાથે સેલિબ્રેટ કર્યો હતો. મુનમુને સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. હાલમાં જ ટપુ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી. ‘એક ખાનગી ના અહેવાલ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

મુનમુન દત્તા બર્થડે-

કામની સાથે, મુનમુન વિવાદોને કારણે પણ હેડલાઇન્સમાં રહી છે, એક સમયે તે જેલ જવાની અણી પર હતી.

રિયલ લાઈફમાં વિવાદાસ્પદ-

બબીતા ​​જી બનીને તે બધાનું દિલ ચોરી લે છે, પરંતુ રિયલ લાઈફમાં તે ઘણા વિવાદોથી ઘેરાયેલી છે.

જન્મદિવસની શુભકામના-

અમે વાત કરી રહ્યા છીએ મુનમુન દત્તાની, જેનો આજે જન્મદિવસ છે.

આ સીરિયલની ટેલિવૂડમાં એન્ટ્રી-

સિરિયલ હમ સબ બારાતીથી ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું.

અરમાન કોહલી પર મારપીટનો આરોપ-

વાસ્તવમાં મુનમુને અરમાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.

15 વર્ષ નાના અભિનેતા સાથે સંકળાયેલું નામ-

મુનમુન દત્તાનું નામ તેના કરતા 15 વર્ષ નાના રાજ અનડકટ સાથે પણ જોડવામાં આવ્યું છે.

યૌન શોષણનો આરોપ-

MeToo અભિયાન દરમિયાન મુનમુન દત્તાએ ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેનું યૌન શોષણ થયું હતું.

આ વ્યક્તિઓ પર હતો આરોપ-

પિતરાઈ ભાઈથી લઈને તેના ટ્યુશન શિક્ષક અને હોસ્પિટલના ડૉક્ટરે પર અયોગ્ય સ્પર્શનો આરોપ

આ હતો વિવાદ-

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ એક વીડિયો દરમિયાન જાતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

જેલમાં ગઈ હતી-

એક દલિત અધિકાર કાર્યકર્તાએ મુનમુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં તે જેલ પણ ગઈ હતી.

(5:04 pm IST)