Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બોબ વિશ્વાસ બનીને આવી રહ્યો છે અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ બોબ વિશ્વાસ ત્રણ દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. દિયા ઘોષ નિર્દેશીત આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભુમિકામાં છે. સુજોય ઘોષની ૨૦૧૨ની થ્રિલર ફિલ્મ કહાનીના પાત્ર ફિલ્મ બોબ બિસ્વાસનું સ્પિનઓફ છે. આ ફિલ્મનું નિર્માણ શાહરૂખની પ્રોડકશન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ કંપનીએ અન્ય ફિલ્મ ર્ડાલિંગ પણ પ્રોડ્યુસ કરી છે. જસમીત કેરીન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ મુખ્ય ભૂમિકામાં છે. શાહરૂખ ખાન પોતે અભિનય કરતો હોય તેવી એક ફિલ્મનું નિર્દેશન એટલી કરી રહ્યા છે.  જેમાં નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી અને સુનીલ ગ્રોવર મુખ્ય અને મહત્વની ભૂમિકામાં છે. ધ બીગ બૂલ પછી અભિષેક હવે બોબ વિશ્વાસમાં અલગ જ લૂકમાં જોવા મળશે. વેબ સિરીઝ બ્રિધની ત્રીજી સિઝનનું શુટીંગ પણ તે કરી રહ્યો છે. 

(9:55 am IST)