Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અતરંગી રેનું પહેલું ગીત "ચકા ચક" થયું રિલીઝ

મુંબઈ: અક્ષય કુમાર, સારા અલી ખાન અને સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ "અતરંગી રે"નું પહેલું ગીત 'ચકા ચક' આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, જ્યારે થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મનું ટ્રેલર હજી પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં 50 મિલિયન વ્યૂઝ પણ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જો આજે રિલીઝ થયેલા ગીત 'ચકા ચક'ની વાત કરીએ તો તેમાં સારા અલી ખાનનો સિઝલિંગ ડાન્સ જોવા મળી રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

 

(5:26 pm IST)