Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મને વધુ તફાવત લાગતો નથીઃ પંકજ

પંકજ ત્રિપાઠી અભિનેતા તરીકે કેટલો સક્ષમ છે તે તેને સાબીત કરવાની હવે જરૂર નથી. તાજેતરમાં તે બંટી ઓર બબલી-૨માં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો છે. પંકજે કહ્યું હતું કે મને સિનેમાઘર અને ઓટીટીમાં બહુ વધુ તફાવત લાગતો નથી. પંકજે અનેક ફિલ્મો કરી છે તો વેબ સિરીઝમાં પણ તે સતત સક્રિય છે. બંને પ્લેટફોર્મ પર તેણે ગજબનું પ્રદર્શન કર્યુ છે અને ભરપુર ચાહકો બનાવ્યા છે. તે કહે છે એકટર તરીકે મને સિનેમા કે ઓટીટી વચ્ચે વધારે ફરક દેખાતો નથી. સિનેમામાં કમ્યુનિટી સાથે બેસીને જોવાનો અનુભવ મળે છે. ૩૦૦ લોકો એકસાથે એક જ સરખા ઇમોશન્સનો અનુભવ કરે છે. તેઓ સાથે હસે છે અને પાત્રની સાથે જ રડે પણ છે. ઓટીટીમાં તમે કમ્પ્યુટર સ્ક્રીન અથવા તો મોબાઇલમાં એકલા ફિલ્મ જુઓ છો. કમ્યુનિટીની સાથે જોવું અને એકલા જોવું બંને વસ્તુ જરૂરી છે. લાઇફમાં પણ એવું જ હોય છે અને હું સિનેમા અને ઓટીટીને પણ એ જ રીતે જોઉં છું.

(10:02 am IST)