Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

એમની પાસેથી ઘણું શીખી શકાય એવું છેઃ આદિલ ખાન

અભિનેતા આદિલ ખાન તાજેતરમાં વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સ ૧.૫માં જોવા મળ્યો છે. તેણે આ શોમાં હિમતસિંહનું પાત્ર ભજવનારા કે.કે. મેનનના ભરપુર વખાણ કર્યા છે. આદિલ કહે છે તેઓ પોતે એક એકટીંગ સ્કૂલ જેવા છે. એમની પાસેથી ઘણુંબધુ શીખી શકાય છે.  ડિઝની હોટસ્ટાર પરના આ શોમાંં વિનય પાઠક, આફતાબ શિવદાસાની, ગૌતમી કપૂર, પરમીત સેઠી, કાલી પ્રસાદ મુખરજી અને વિજય વિક્રમ સિંહ મુખ્ય ભુમિકામાં છે. આ શોને નીરજ પાન્ડેએ બનાવ્યો છે. આદિલ ખાને કહ્યું હતું કે શોમાં મારું પાત્ર મનિન્દર સિંહનું છે, આ પાત્ર  હિમ્મતસિંહની લાઇફને બદલી નાખે છે. આ એક ઇન્ટરેસ્ટિંગ રોલ હતો અને મને ઇન્ડસ્ટ્રીના બે લોકપ્રિય લોકો સાથે કામ કરવાની તક મળી છે. નીરજ અને કે. કે. હોવાથી હા કહેવા માટે મારે વધુ વિચારવાની જરૂર નહોતી. આફતાબ શિવદાસાની પણ હોઇ પછી પુછવાનું જ નહોતું.

(10:03 am IST)