Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રણબીર-શ્રધ્ધાની રોમાન્ટીક કોમેડી માટે જોવી પડશે વધુ રાહ

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમાન્ટીક કોમેડી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે ચાહકોને આ ફિલ્મ જોવા માટે હજુ લાંબો સમય રાહ જોવી પડે તેમ છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે એ મુજબ ફિલ્મ ૨૦૨૩ની ૨૬મી જાન્યુઆરીએ પ્રદર્શિત થશે. આ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. છેલ્લા શેડ્યુલનું શુટીંગ દિલ્લીમાં તાજેતરમાં કરવામાં આવ્યું હતું. સોનુ કે ટીટૂ કી સ્વીટી, પ્યાર કા પંચનામા સહિતની ફિલ્મો માટે જાણીતા લવ રંજનની આ ફિલ્મ પહેલા આવતા વર્ષે ૨૦૨૨માં હોળીના તહેવાર પર રિલીઝથવાની હતી. પરંતુ હવે તારીખામાં ફેરફાર કરાયો છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડીયા અને બોની કપૂર પણ મહત્વની ભુમિકા નિભાવી રહ્યા છે. આ બંને પરદા પર રણબીરના માતા-પિતાનો રોલ નિભાવશે. રણબીર અને શ્રધ્ધા પહેલી જ વખત સાથે કામ કરી રહ્યા હોઇ આ જોડીને જોવા તેના ચાહકો આતુર છે.

(10:04 am IST)