Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

હોલીવુડ ફેશન ડિઝાઇનર વર્જિલ અબ્લોહનું નિધન

મુંબઈ: ફેશન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફેશન ડિઝાઈનર વર્જીલ એબ્લોહનું નિધન થયું છે. 41 વર્ષીય વર્જિલ એબ્લોહ કેન્સર સામે લડી રહ્યા હતા અને આખરે તે યુદ્ધ હારી ગયા. લક્ઝરી સમૂહ LVMH (લૂઈસ વુટોન મોએટ હેનેસી) અને એબ્લોહના પોતાના ઓફ-વ્હાઈટ લેબલે રવિવારે એબ્લોહના મૃત્યુની જાહેરાત કરી. ફેશન ઇન્ડસ્ટ્રી વર્જિલ એબ્લોહના મૃત્યુથી શોકમાં છે. વર્જિલ અબ્લોહના નિધન પર માત્ર હોલિવૂડ સેલેબ્સ જ નહીં પરંતુ બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ શ્રદ્ધાંજલિ આપી છે. સોનમ- પ્રિયંકાથી લઈને કેન્ડલ- બેલાએ સોશિયલ મીડિયા પર વર્જિલને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી.

(5:37 pm IST)