Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

આગામી ફિલ્મ 'મેડે'નું નામ બદલીને 'રનવે 24' : આ દિવસે થશે રિલીઝ

મુંબઈ: અજય દેવગણ, અમિતાભ બચ્ચન અને રકુલપ્રીત સિંહ સ્ટારર આગામી ફિલ્મ 'મેડે'નું નામ હવે 'રનવે 24' રાખવામાં આવ્યું છે. ફિલ્મના એક્ટર અજય દેવગણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. અજયે પોતે ટ્વિટ કરીને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. અજયે ટ્વીટ કરીને લખ્યું, "મેડે હવે રનવે 24 છે. સત્ય ઘટના પર આધારિત આ હાઇ ઓક્ટેન થ્રિલર મારા માટે ખૂબ જ ખાસ છે. વચન મુજબ આ ફિલ્મ 29મી એપ્રિલ 2022ના રોજ ઈદના અવસર પર તે જ દિવસે રિલીઝ થઈ રહી છે."

(5:38 pm IST)