Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શું બિગ બોસની આગામી સિઝનમાં જોવા મળશે 'દયાબેન' અને રિયા ચક્રવર્તી ?

બિગ બોસના મેકર્સે આગામી સીઝનની તૈયારી શરૂ કરી : દયાબેન અને રિયા ચક્રવર્તીનું નામ ચર્ચાઈ રહ્યું છે : મોહસિન ખાન, પાર્થ સમથાનને પણ આપવામાં આવી છે ઓફર

મુંબઇ,તા. ૩૧: બિગ બોસ ૧૫ શરૂ થવામાં હજી સમય છે, પરંતુ મેકર્સે તેની તૈયારી હમણાંથી શરૂ કરી દીધી છે. કોમનર્સની એન્ટ્રી માટે રજિસ્ટ્રેશન ફિનાલે પછી તરત શરુ થઈ ગયુ હતું, પરંતુ હવે મેકર્સે સેલિબ્રિટી કપલ્સને અપ્રોચ કરવાની શરુઆત કરી છે. માત્ર કપલ્સ જ નહીં પણ સિંગલ સેલિબ્રિટીને પણ અપ્રોચ કરવામાં આવી રહ્યા છે.

થોડા સમય પહેલા ખબર આવી હતી કે મેકર્સે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવિક દહિયા સિવાય અંકિતા લોખંડેને પણ અપ્રોચ કર્યો છે. બાલિકા વધુ ફેમ ગહના એટલે કે નેહા માર્દાએ પણ જણાવ્યું છે કે તેને બિગ બોસ ૧૫ની ઓફર મળી છે. આ સિવાય અન્ય અમુક સેલેબ્સના નામ સામે આવ્યા છે, જેમને મેકર્સે ઓફર આપી છે.

રિયા ચક્રવર્તીને પણ બિગ બોસના શો માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. જો રિયા આ ઓફર સ્વીકારશે તો ફેન્સ માટે સીઝન ઈન્ટ્રસ્ટિંગ બની જશે. જો કે હજી વાતની પૃષ્ટિ નથી થઈ શકી. તેના સિવાય કસૌટી ઝિંદગી કી ફેમ પાર્થ સમથાન, નાગિન ૫ ફેમ સુરભી ચંદના, યે રિશ્તા કયા કહલાતા હૈ ફેમ મોહસિન ખાનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટાર્સ સિવાય નાગિન ફેમ નિયા શર્મા, દિશા પરમાર અને એકટર કૃષ્ણા અભિષેકને પણ ઓફર કરવામાં આવી છે. જો કે આમાંથી કોઈ પણ સેલિબ્રિટીએ શોની ઓફર સ્વીકારી હોય તેવા સત્ત્।ાવાર સમાચાર નથી મળ્યા. બિગ બોસની આગામી સીઝન ઓકટોબરમાં શરુ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. શોમાં સેલેબ્સની સાથે સાથે પાંચ કોમનર્સ પણ હશે.

(9:45 am IST)