Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વેબ સિરીઝમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે અર્ચનાસિંહ રાજપૂત

ટીવી પરદાની અભિનેત્રી અર્ચનાસિંહ રાજપૂત હવે ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. રંગબાઝ વોન્ટેડ નામની સિરીઝમાં તે ખાસ ભુમિકા નિભાવી રહી છે. પોતાના આ પાત્રને લઇને તે અત્યંત ઉત્સાહી છે. અર્ચના અગાઉ ટીવી શો બહુ હમારી રજનીકાન્તમાં જોવા મળી હતી. વેબ સિરીઝમાં તેની સાથે આર્ય બબ્બર, દેવ શર્મા, અમિકા શૈલ અને વરૂણસિંહ રાજપૂત મુખ્ય ભુમિકામાં છે. મનોજ ખાડે નિર્દેશીત આ શોનું નિર્માણા સુરેશચંદ્ર અવસ્થીએ કર્યુ છે. હાલમાં મધ્યપ્રદેશના ટિકમગઢમાં આ વેબ સિરીઝનું ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. અર્ચનાએ કહ્યું હતું કે આ 'શોમાં દેખાડવામાં આવશે કે મેરઠથી એક યુવાન મધ્ય પ્રદેશમાં તેના ફ્રેન્ડને મળવા આવે છે. બાદમાં તે એક મર્ડર મિસ્ટરી અને રાજકારણના પ્રભાવમાં ફસાઈ જાય છે. એમાંથી બહાર નીકળવા માટે તેને તેનો પ્રેમ અને ફ્રેન્ડશિપ મદદરૂપ થાય છે. આ શોમાં મને ફીમેલ લીડ ભુમિકા મળી છે. આ ખુબ જ ઇન્ટરેસ્ટીંગ પાત્ર છે.

(10:09 am IST)