Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભીડ વચ્ચે ઓટો રિક્ષા ચલાવતો જોવા મળ્યો સલમાન ખાન

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પનવેલમાં તેના ફાર્મહાઉસ પાસે ભીડ વચ્ચે ઓટો-રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે.ભાઈજાને તાજેતરમાં જ તેનો 56મો જન્મદિવસ તેના નજીકના પરિવાર અને મિત્રો સાથે પનવેલ ખાતેના તેના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. આ ક્લિપ, જે તાજેતરમાં સલમાન ખાનના ઘણા ફેન પેજ પર ફરતી કરવામાં આવી છે, જેમાં અભિનેતાને રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે વાદળી ટી-શર્ટ અને કેપ પહેરીને ડ્રાઇવરની સીટ પર બેઠેલો બતાવવામાં આવ્યો છે.વીડિયોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે લોકો સુપરસ્ટારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. બર્થ-ડે પહેલા સલમાનને તેના ફાર્મહાઉસમાં સાપ કરડ્યો હતો. જો કે, અભિનેતાએ પછીથી પુષ્ટિ કરી કે તે ઠીક છે.

(5:02 pm IST)