Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વિજય દેવેરાકોંડા-અનન્યા પાંડેની 'લિગર'નું ટીઝર રિલીઝ

મુંબઈ: બોલિવૂડની આગામી ફિલ્મ 'લિગર' તેની જાહેરાતના સમયથી જ ચર્ચામાં છે. અનન્યા પાંડે લિગરમાં વિજય દેવરકોંડા સાથે પ્રથમ વખત જોડી બનાવી રહી છે. આ ફિલ્મને લઈને દર્શકો પહેલેથી જ ઉત્સાહિત છે, આ દરમિયાન મેકર્સ દ્વારા 'લિગર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વિજય દેવરાકોંડા બોક્સરના લૂકમાં જોવા મળી રહ્યા છે. 53 સેકન્ડના આ વીડિયોમાં વિજય સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહ્યો છે. 'Liger'ની પહેલી ઝલક સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. ફિલ્મના ટ્રેલર અને ફિલ્મને લઈને લોકો ઉત્સાહિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તેલુગુ અને હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

(5:05 pm IST)