ફરી કામે વળગ્યો વરૂણઃ સતત અઢી મહિના કરશે શુટીંગ
વરૂણ ધવને બોલીવૂડમાં પોતાની શરૂઆતથી માંડી જેટલી ફિલ્મો કરી છે તેમાં એકાદ બેને બાદ કરતાં તમામ ફિલ્મો હિટ સુપરહિટ રહી છે. હમણાં જ તેણે ફેશન ડિઝાઇનર નતાશા દલાલ સાથે લગ્ન કરી લગ્નજીવન શરૂ કર્યુ છે. પત્નિ સાથે સમય પસાર કર્યા પછી તે ફરીથી કામે વળગી ગયો છે. અમર કોૈશિકની ફિલ્મ 'ભેડિયા'નું શુટીંગ તેણે શરૂ કરી દીધું છે. અરૂણાચલ પ્રદેશમાં આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે. વરૂણ સાથે ફિલ્મમાં ક્રિતી સેનન છે. અગાઉ પણ બંનેની જોડી શાહરૂખ-કાજોલ સાથે દિલવાલેમાં જોવા મળી હતી. વરૂણને અમરે બનાવેલી ફિલ્મ સ્ત્રી ખુબ ગમી હતી. આ કારણે તે તેની સાથે કામ કરવા અને ભેડિયા જેવી ફિલ્મ કરવા ઉત્સુક હતો. વરૂણ ફિલ્માં રાક્ષસ કે દૈત્યનો રોલ નિભાવી શકે છે. શુટીંગનું શેડ્યુલ ખુબ લાંબુ ચાલશે. વીએફએકસ ટેકનીકનો પણ ઉપયોગ કરાશે. મે સુધી શુટીંગ ચાલશે. અરૂણાચલ પ્રદેશમાં આ કારણે યુનિટ અઢી મહિના રોકાણ કરશે. વરૂણની જ્હાન્વી સાથેની રણભૂમિ અને રાજ મહેતા સાથેની જુગ જુગ જીયો પણ કતારમાં છે.