પોતાની જાતને નસિબદાર સમજે છે અનન્યા
અનન્યા પાંડેએ બોલીવૂડમાં ભલે ત્રણેક ફિલ્મો જ કરી હોય પરંતુ તેની ચાહના ખુબ વધી ગઇ છે. તે બોલીવૂડની સાથે હવે સાઉથની ફિલ્મમાં પણ જોડાઇ ગઇ છે. તેણે કહ્યું હતું કે હું અલગ અલગ ભાષાની ફિલ્મો કરી શકતી હોવાથી મારી જાતને નસિબદાર સમજુ છું. ચંકી પાંડેની દિકરી અનન્યાએ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી છે. હવે તે વિજય દેવરકોન્ડાની ફિલ્મ લાઇગરમાં પણ મુખ્ય ભુમિકામાં દેખાઇ છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને કન્નડ તથા મલયાલ ભાષામાં પણ રિલીઝ થશે. અનન્યાએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા જ મેં હિન્દી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડ્યા છે. હવે હું ચાર ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. ભાષાઓ તો ઘણી બધી અલગ છે પણ ઓનલાઇન પ્લેટફોર્મને કારણે મર્યાદાઓ દૂર થઇ ગઇ છે. જુદી જુદી ભાષા થકી હું લોકો સુધી પહોંચી શકું છું એ માટે હું નસિબદાર છું. લાઇગર ફિલ્મ માટે હુ ખુબ ઉત્સાહિત છું.