ફિલ્મ જગત
News of Monday, 1st March 2021

ચાહકોના પ્રેમથી અભિભુત થઇ નુસરત

નુસરત ભરૂચાએ બોલીવૂડમાં ખુબ મહેનત પછી સફળતા મેળવી છે. આજે તેના હાથ પર મોટા બેનર્સની ફિલ્મો પણ છે. ફિલ્મો ઉપરાંત તે પોતાના ગ્લેમરસ લૂકને કારણે પણ સોશિયલ મિડીયા પર સતત આગ લગાડતી રહે છે. હાલમાં તે હની સિંહ સાથેના પહેલા મ્યુઝિક વિડીયોને કારણે ચર્ચામાં આવી છે. સૈંયા જી...નામના ગીતમાં તેના જબરદસ્ત ડાન્સ સ્ટેપ જોઇને દર્શકોએ વાહ વાહ કરી છે. નુસરતે કહ્યું હતું કે આ મારા માટે એક વિશેષ યાત્રા છે. સૈંયા જી ગીત મારા હૃદયમાં છે. હનીજી સાથે આ મારો પહેલો સિંગલ મ્યુઝિક વિડીયો છે. દિલ ચોરી, કેયર ની કરદા અને છોટે છોટે પેગ પછી હની સાથે સૈંયાજી મારુ ચોથુ છે. આ ગીતોમાં મારી સાથે બીજા કલાકારો પણ હતાં. સૈંયાજીમાં હું એકલી છું. ગીતને સો મિલીયન વ્યુઝ મળી જતાં હું ચાહકોના પ્રેમથી અભિભુત થઇ ગઇ છું. અમારા માટે આ ખુબ અદ્દભુત છે. લોકડાઉન ખુલતાંની સાથે જ આ ગીતનું શુટીંગ અમે કર્યુ હતું. અમે એ માટે અઢાર અઢાર કલાક મેહનત કરી હતી. જે સફળ થઇ છે.

(10:16 am IST)