ફિલ્મ જગત
News of Monday, 1st March 2021

દીપિકાએ રામલીલા ફિલ્‍મ માટે ખૂબ જ મહેનત કરી હતીઃ રણવીરસિંહનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ ખૂબ જ પ્રશંસા કરી

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ માટે રણવીર સિંહનો પ્રેમ જગજાહેર છે અને આ પ્રેમને રણવીર અવારનવાર સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતાં રહે છે. દીપિકાની દરેક પોસ્ટ પર રણવીર પોતાની કોમેન્ટ જરૂર આપે છે. તાજેતરમાં જ રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે દીપિકાની પ્રશંસા કરતાં જોવા મળી રહ્યા છે. રણવીર સિંહે જણાવ્યું કે દીપિકાએ 'રામલીલા' ફિલ્મ માટે મહેનત કરી હતી. 

વાયરલ થઇ રહ્યો છે વીડિયો

વાયરલ થઇ રહેલા વીડિયોમાં રણવીર કહેતાં જોવા મળી રહ્યા છે ગીતના શૂટિંગ સમયે દીપિકાના તળિયાની આખી સ્કીન ઉતરી ગઇ હતી અને પગ આખો લાલ થઇ ગયો હતો. તેમને પરફોર્મ કર્યા બાદ ટેક થયો તો તે સેમી સર્કલમાં ફરી રહી હતી તો ત્યાં લોહીને ઘેરાવો થઇ ગયો હતો. આ હદે મહેનત કરીને તે અહી પહોંચી છે.

તમને જણાવી દઇએ કે આ વીડિયો ગત વર્ષે ડિસ્કવરી પર આવેલા એક શો 'મેગા આઇકન્સ'નો છે. જેમાં રણવીર કહે છે કે કઇ રીતે દિપીકાએ ફિલ્મ રામલીલાના ગીત 'નગાડા સંગ ઢોલ બાજે'માં ડાન્સ કર્યો અને કેટલી મુશ્કેલીઓ વેઠી.

આ ફિલ્મમાં રણવીર મળશે જોવા

રણવીરના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે જલદી જ પોતાની આગામી ફિલ્મ જયેશ ભાઇ જોરદારમાં જોવા મળશે. ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડાયરેક્ટ કરી રહ્યા છે અને ફિલ્મનું પ્રોડક્શન મનીષ શર્મા અને યશરાજ ફિલ્મ્સ દ્રારા કરવામાં આવશે. આ ફિલ્મ 27 ઓગસ્ટ 2021માં રિલીઝ થશે. આ ઉપરાંત રણવીરની વધુ એક ફિલ્મ 83 રિલીઝ માટે તૈયાર છે જે 4 જૂન 2021 ના રોજ રિલીઝ થશે.

(5:02 pm IST)