ટીવી પરદેથી મોટા પરદે શિવીનની છલાંગ
ટીવી પરદે અભિનેતા શિવીન નારંગ ખુબ આગળ વધી ગયો છે. એક વીર કી અરદાસ વીરા, બેહદ-૨ સહિતના શો ઉપરાંત ફીઅર ફેક્ટર-ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લઇ ચુકેલો શિવીન હવે મોટા પરદા તરફ પ્રયાણ કરી ચુક્યો છે. તેની ફિલ્મ ધીટ પતંગે ઓટીટી પર રજૂ થઇ હતી. તે ગૂડબાયમાં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના, નીના ગુપ્તા જેવા ટોચના કલાકારો સાથે કામ કરી રહ્યો છે. આ કારણે તેનો ઉત્સાહ સમાતો નથી. શિવીન કહે છે મનોરંજન જગતમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. હું કલાકાર તરીકે સતત આગળ વધવા માંગતો હતો. મને કોઇ એક ચોકઠામાં ફીટ થઇ જવું પસંદ નહોતું. મેં ઘણા ટીવી શો કર્યા છે અને રિયાલીટી શોમાં પણ ભાગ લઇ ચુક્યો છું. હવે ફિલ્મો અને સિરીઝ તરફ આગળ વધીશે. ટીવી પર અનેક સારા કન્ટેન્ટ હોય છે. પણ હું મારા હુનરને અન્ય માધ્યમમાં પણ લઇ જવા ઇચ્છતો હતો.