ફિલ્મ જગત
News of Tuesday, 1st September 2020

ત્યારે બધા ડરતા હતાં: શમા સિકંદર

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી શમા સિકંદરે માત્ર સોળ વર્ષની ઉમરે ફિરોઝ ખાનની ફિલ્મ પ્રેમ અગનથી બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરીહ તી. કાસ્ટીંગ કાઉચ અંગે શમાએ સ્પષ્ટ કહ્યું હતું કે આ દૂષણનો મેં બુધ્ધીથી અને પરિપકવતાથી સામનો કર્યો હતો. શમાએ કહ્યું કે મને લાગે છે કે કાસ્ટીંગ કાઉચ વીશે આ રીતે બોલનારી હું પ્રથમ જ છું. તમને બધાને ખબર છે કે મી ટૂ આંદોલન શું કામ થયું હતું. લોકો પણ હવે આના વિશે વાતો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મી ટૂ આંદોલને બધાને હચમચાવી દીધા હતાં. અગાઉ આવી વાતો કરવા માટે કોઇપણ તૈયાર થતું નહોતું. ત્યારે બધા ડરેલા હતાં. પણ હવે આવા વિચાર સામે સોૈ લડી રહ્યા છે. બોલીવૂડમાં જ નહિ સર્વત્ર આવું દૂષણ હોય છે. બધા લોકો ખરાબ જ હોય એવું નથી. કાસ્ટીંગ કાઉચ બધા સ્થળે છે, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હમેંશા બધાનું ફોકસ રહેતી હોય છે. મે આ ફિલ્ડમાં અનેક રચનાત્મક અને પ્રતિભાશાળી લોકો સાથે પણ કામ કર્યુ છે. તેમજ અનેક અદ્દભુત મિત્રો પણ બનાવ્યા છે.

 

(9:58 am IST)