ફિલ્મ જગત
News of Tuesday, 1st September 2020

સતત ચોંકાવતી રહે છે સ્વસ્તિકા

બંગાળની જાણીતી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીને દર્શકોએ પાતાલલોક વેબ સિરીઝમાં પત્રકારની ડોગલવર પત્નિના રોલમાં અને સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારામાં રિહોઇનની માતાના રોલમાં જોઇ છે. સ્વસ્તિકા મુખર્જી બંગાળી ફિલ્મો અને સિરીયલોનું ખુબ ચર્ચીત અને બોલ્ડ નામ છે. તે માત્ર ફિલ્મો, ટીવી શોમાં જ નહિ પરંતુ અસલી જિંદગીમાં પણ બોલ્ડ છે. તે સતત કંઇક એવું કરતી રહે છે કે જેના કારણે તેના ચાહકોની નજર સતત તેના પર જ રહે છે. તાજેતરમાં સ્વસ્તિકાએ પોતાના માથાના વાળ કપાવી નાંખ્વા હતાં. ટૂંકા વાળ સાથેતી તસ્વીરો પોસ્ટ કરીને સાથે લખ્યું હતું કે હું ડિપ્રેશનમાં નથી કે મને કેન્સર પણ નથી થયું.

મારા વાળ છે એટલે મેં કપાવી નાંખ્યા છે! સ્વસ્તિકાએ એક તરફના વાળ કપાવી નાંખ્યા છે અને બીજી તરફ રેઝર કટ રાખ્યા છે. ડ્રામા કવીન તરીકે જાણીતી સ્વસ્તિકા ટ્વિટર પર સતત મેસેજ, ફોટો, વિડીયો અપલોડ કરતી રહે છે. હાલમાં તે બોલીવૂડ અને અલગ-અલગ સિરીઝમાં કામ કરી રહી છે. બાંગ્લા ફિલ્મોમાં મહિલા પ્રધાન રોલ ઓછા થયા છે. ત્યાં વેબ સિરીઝ અને હિન્દી ફિલ્મોનું ચલણ વધતાં સ્વસ્તિકા હિન્દી ફિલ્મો, સિરીઝ તરફ વળી છે.

(9:59 am IST)